સુરત : પુણામાં અપહરણ અને પોક્સોના ગુામાં ફરાર આરોપી ઝડપાયો
1 વર્ષથી ફરાર આરોપીને જયપુરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ચરણસિંગ ભોગીરામ કુસ્વાહની ધરપકડ
પુણા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના જયપુરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મેદાને છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોર્ડની ટીમે બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી એવા મુળ રાજસ્થાનના ધોલપુરના કૌલારીના આરોપી ચરણસિંગ ભોગીરામ કુસ્વાહને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
