સુરતમાં નશાના કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નશાના કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
સલાબતપુરામાં 977.5 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પેડલર ઝડપાયો
ગૌસિયા કબ્રસ્તાન પાસે ક્રાઈમ બ્રાન્ચનો દરોડો,

સુરત શહેરમાં નશાના કારોબાર સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી હોય તેમ સલાબતપુરા વિસ્તારમાં ગૌસિયા કબ્રસ્તાન સામે રોડ પરથી 977.5 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસના નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સલાબતપુરા ભાઠેના વિસ્તારમાં ગૌસિયા કબ્રસ્તાન સામે વોચ ગોઠવી આરોપી જાબીર ઉર્ફે જાબા હારૂન શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 977.5 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, રોકડ રકમ અને એક્ટિવા મોપેડ મળી કુલ 1.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તો પ્રાથમિક તપાસમાં આરોપીને ગાંજાનો જથ્થો માલેગાંવના સેવન અન્સારી પાસેથી મળ્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *