નર્મદા જિલ્લામાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાનો 72 કલાકનો પ્રવાસ

Featured Video Play Icon
Spread the love

નર્મદા જિલ્લામાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાનો 72 કલાકનો પ્રવાસ
ગરુડેશ્વરના 256 કરોડના ટ્રાઈબલ મ્યુઝિયમનું કર્યું નિરીક્ષણ
ભુપત વસાવાના ઘરે પરંપરાગત ભોજન લીધું.

ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા નર્મદા જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે બપોરે 1 વાગ્યે તેઓ રાજપીપળા નજીકના વડીયા ગામે ભુપત વસાવાના ઘરે પહોંચ્યા અને પરંપરાગત ભોજન લીધું.

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આ મુલાકાતને આદિવાસી મતદારો સુધી પહોંચવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે કે ભાજપની જનસંપર્ક પરંપરાના ભાગરૂપે, તેવા સવાલના જવાબમાં છાંગાએ કહ્યું કે ભાજપની પરંપરા લોકોની વચ્ચે રહેવાની, તેમના પ્રશ્નો જાણવાની અને ઉકેલ માટે પ્રયાસ કરવાની છે. મંત્રી છાંગા આશ્રમશાળા અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે એક જ પંગતમાં બેસીને જમ્યા. તેમણે પરિવાર અને સ્થાનિક લોકો સાથે વાત કરી અને તેમના પ્રશ્નો વિશે જાણ્યું. છાંગાએ કહ્યું કે એક શિક્ષકના ઘરે સાદું ભોજન કરીને તેમને આનંદ થયો. પરિવારના પિતા, માતા અને પુત્રો પણ શિક્ષક છે. પોતે પણ ભૂતપૂર્વ શિક્ષક હોવાથી આ અનુભવ વિશેષ રહ્યો, એમ તેમણે જણાવ્યું.

ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રીનો નક્કી કરેલો કાર્યક્રમ મોકૂફ રાખવા અંગે પૂછતાં છાંગાએ કહ્યું કે કેટલાક કારણોસર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે, નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા વિસ્તારમાં ચોક્કસ આવશે. 2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન નર્મદા સહિતના આદિવાસી વિસ્તારોમાં ભાજપના જનસંપર્ક અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *