સુરતના લીંબાયતમાં પારિવારિક ઝઘડામાં મહિલાની બહેન પર જીવલેણ હુમલો.

Featured Video Play Icon
Spread the love

સુરતના લીંબાયતમાં પારિવારિક ઝઘડામાં મહિલાની બહેન પર જીવલેણ હુમલો.
લીંબાયતમાં ગળાના ભાગે ચપ્પુથી હુમલો,
હત્યાની કોશિશના ગુનામાં લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી.

સુરતના લીંબાયત વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ ખૂની સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંધીનગર જવાની તૈયારી કરી રહેલી મહિલાની બહેન પર તેના અલગ રહેતા પતિએ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. હત્યાની કોશિશના ગુનામાં લીંબાયત પોલીસે આરોપી ગુલાબ પાટીલને ઝડપી પાડ્યો હતો.

સુરતના લીંબાયતના સંજયનગર વિસ્તારમાં ફરિયાદી કમલાબાઈ ઉર્ફે પૂજા પરિવાર સાથે ગાંધીનગર જવાની તૈયારી કરી રહી હતી. તે દરમિયાન તેની બહેન પ્રતિભા ઘરની ગેલેરીમાં કપડાં સૂકવી રહી હતી. આ વખતે પ્રતિભાનો પતિ ગુલાબ ચુડામન પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી બંને અલગ રહેતા હોવાથી તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. દરમિયાન ઝઘડો ઉગ્ર બનતા ગુલાબે પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર કાઢી પ્રતિભાના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગયો હતો. આ મામલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જેથી લિંબાયત પોલીસે ટેકનિકલ વર્કઆઉટ અને બાતમીદારોની મદદથી આરોપી ગુલાબ ચુડામન પાટીલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *