સુરતમાં ટ્રાફિક સિગ્નલના કેબલ ચોરીનો આરોપી ઝડપાયો,

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટ્રાફિક સિગ્નલના કેબલ ચોરીનો આરોપી ઝડપાયો,
ટ્રાફિક સિગ્નલના કેબલ ચોરીમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સાત મહિનાથી પોલીસને આપતો હતો હાથતાળી,

સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના કેબલ ચોરીના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત શહેરમાં ચોરી અને સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વરાછા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હોય ત્યારે વરાછા પોલીસની સર્વેલન્સ ટીમ અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ટ્રાફિક સિગ્નલના કેબલ ચોરીના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી ફરાર આરોપી ગફાર યાસીન બારસદને પર્વત પાટિયા નજીકથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી ગફાર યાસીન બારસદની મજૂરી કામ કરતો હોવાનું અને પર્વત પાટિયા નજીક ફુટપાથ પર રહેતો હોવાનુ સાથે મુળ ભાવનરનો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો વરાછા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *