ભાવનગરના ગારીયાધારના વિરડી ગામે હત્યાના બનાવમાં પોલીસને સફળતા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ગારીયાધારના વિરડી ગામે હત્યાના બનાવમાં પોલીસને સફળતા
હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા
ઘટના બાદ ફરાર આરોપીઓને શોધવા પોલીસે બનાવી હતી અલગ-અલગ ટીમો
ખાનગી બાતમીના આધારે ત્રણેય આરોપીઓ પોલીસની પકડમાં
રમેશભાઈ કંટારિયા, ચિરાગ કંટારિયા અને મહેશ ઉર્ફે મયો કંટારિયાની ધરપકડ

ભાવનગરના ગારીયાધાર તાલુકાના વિરડી ગામે બનેલા હત્યાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘટના બાદ ફરાર થયેલા આરોપીઓને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વિરડી ગામે હત્યાની ઘટના સામે આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. જેને પગલે ગારીયાધાર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસની ટીમો આરોપીઓની શોધખોળમાં લાગી હતી. દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતાં પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે રમેશભાઈ બધાભાઈ કંટારિયા, ચિરાગભાઈ રમેશભાઈ કંટારિયા અને મહેશભાઈ ઉર્ફે મયો પ્રવીણભાઈ કંટારિયાની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ વિરડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કામગીરી ગારીયાધાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. મુસારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ગુનાના કામે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *