સુરતમાં ‘નો ડ્રગ્સ’ અભિયાનને સફળતા
અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી હતી ત્યારે અમરોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ડ્રગ્સની બદીને નેસ્ત નાબુદ કરવા વોચમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કોસાડ આવાસ ખાતે દરોડા પાડી ત્યાંથી ઓરિસ્સાવાસી ભોલાશંકર મેઘનાથ પરીડાને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
