સુરત એસઓજીએ રીક્ષામાં ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીએ રીક્ષામાં ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા
પેસેન્જર બની દાગીના-રોકડ ચોરતા બે ઝડપાયા

સુરત એસઓજીની ટીમે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરોની નજર ચૂકવી સોનાના દાગીના અને રોકડની ચોરી કરનારા બે આરોપીઓને ઝડપી પાડી વડોદરા અને સુરતમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત શહેર એસઓજીએ રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ચોરી કરતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે આંજણા ફાર્મ બ્રિજ પાસેથી બે આરોપીઓ અઝહર બાવા ગની શેખ અને સુફીયાન ઉર્ફે અસફાક ઉર્ફે કાલીયા ઉસમાન સૈયદને ઝડપી પાડ્યા હતાં. તો પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબુલાત કરી હતી કે એકાદ મહિના પહેલા કાપોદ્રા પોલીસ મથકની હદમાં સિમાડા નાકા નજીક અમીદીપ હોન્ડા શોરૂમથી નાના વરાછા ઢાળ વચ્ચે એક પેસેન્જરને રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી પાછળ-આગળ કરી રૂપિયા 50 હજાર કાઢી લીધાની કબૂલાત કરી છે. આ ઉપરાંત દોઢેક મહિના પહેલા વડોદરા રેલવે સ્ટેશન પાસેથી એક કપલને રીક્ષામાં બેસાડ્યું હતું. દરમિયાન પુરુષના ગળામાં પહેરેલી 18 ગ્રામની સોનાની ચેન કાઢી ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી. હાલ તો એસઓજીએ રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *