સુરત સિવિલની મેડિકલ કોલેજમાં ડોક્ટર આપઘાત કેસ

Featured Video Play Icon
Spread the love

સુરત સિવિલની મેડિકલ કોલેજમાં ડોક્ટર આપઘાત કેસ
આપઘાત કેસને લઈને હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં ઉતર્યું
સસ્પેન્ડેડ એચઓડી સામે તપાસ અને કડક કાર્યવાહીની માંગ

સુરત સિવિલની મેડિકલ કોલેજમાં ડો. હર્ષના આપઘાત કેસને લઈને હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં ઉતર્યું છે. વિહિપ અને બજરંગદળ દ્વારા સિવિલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન આપી સસ્પેન્ડેડ એચઓડી સામે તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

સુરત સિવિલ મેડિકલ કોલેજમાં રેગિંગના કેસ બાદ ડો. હર્ષના આપઘાતની ઘટના સામે આવ્યા બાદ મામલો વધુ ગરમાયો છે. આ ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સિવિલ મેડિકલ કોલેજના ડીન તથા સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે. વિહિપ દ્વારા સસ્પેન્ડેડ એચઓડી ડો. સુમૈયા મુલ્લાની કથિત ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ પર ધર્મ પરિવર્તન માટે દબાણ અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને હકીકત બહાર આવવી હજુ બાકી છે. વિહિપ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી, જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરના મંત્રી વિક્રમસિંહ ભાટી અને સહમંત્રી કમલેશ ક્યાડાની આગેવાનીમાં આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *