સુરતમાં એમફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે ને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એમફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે ને ઝડપ્યા
આરોપીઓ નફીસ શેખ અને સમીન ઉર્ફે બોંગો શેખને ઝડપ્યા
ડીસીપી ઝોન છ ની એલસીબીની ટીમે ઝડપી પાડ્યા

સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ત લાખોના એમફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે ને ડીસીપી ઝોન છ ની એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમારની સુચનાને લઈ ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબી સ્કવોર્ડના અહેકો ભગવાનભાઈને મળેલી બાતમીના આધારે ઉન ભીંડી બજાર ખાતે રહેતા બે આરોપીઓ નફીસ શેખ અને સમીન ઉર્ફે બોંગો શેખને ઝડપી પાડી તેઓ પાસેથી એમફેટામાઈન ડ્રગ્સનો 3 લાખ 77 હજારથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે તેઓ પાસેથી ડ્રગ્સ સાથે મોબાઈલ, રોકડ અને રીક્ષા મળી 5 લાખ 36 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *