સુરતના યોગીચોક વિસ્તારમાં જમીન ધસી પડવાની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના યોગીચોક વિસ્તારમાં જમીન ધસી પડવાની ઘટના
વીજ, ગેસ અને ગટર લાઇનને નુકસાન
જમીન ધસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો

સુરતના યોગીચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ નિર્માણાધીન બિલ્ડિંગ પાસે જમીન ધસી પડવાની ઘટનામાં વીજ, ગેસ અને ગટર લાઇનને નુકસાન થતાં તંત્રે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

સુરતના યોગીચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ નિર્માણાધીન બિલ્ડિંગની નજીક અચાનક જમીન ધસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં વીજ થાંભલાના વાયર તૂટી જતાં આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. સાથે જ ગેસ લાઇન અને ગટર લાઇનને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગોના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જરૂરી કામગીરી શરૂ કરી. હાલ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જ્યારે સુરક્ષાના ભાગરૂપે વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *