ડાંગમાં પ્રવાસન જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ.

Featured Video Play Icon
Spread the love

ડાંગમાં પ્રવાસન જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 મુજબ પ્રતિબંધ.
નદી, ધોધ, તળાવ, ચેકડેમમાં તમામ પ્રવૃત્તિઓ બંધ.

ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લામાં પ્રવાસીઓની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા ગીરા ધોધ, નદીઓ અને નાળાઓની નજીક જવા તેમજ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડાંગમાં પ્રવાસન જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ અને રસ્તાઓ બંધ થવાના કારણે પ્રવાસીઓને સુરક્ષા નિયમોનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 મુજબ આ પ્રતિબંધ પ્રવાસ માટે આવેલ યાત્રીઓની સુરક્ષા માટે કરાયો છે. જ્યાં નદી, ધોધ, તળાવ, ચેકડેમમાં નજીક જવા તેમજ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા પ્રવસીઓ ઉમટ્યા છે ત્યારે આ પ્રતિબંધ લાગુ થતા યાત્રીઓમાં નિરાશા જોવા મળી છે, પરંતુ ભારે વરસાદને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને નજીક ન જવાની અપીલ કરવામાં આવે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *