ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના દરોડા
ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ મળી ૩.૭૧ કરોડનો મુદ્દામાલ સીઝ
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ઝરીયા મહાદેવ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસમાં ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ (ભરડિયા ) મળી ૩.૭૧ કરોડનો મુદ્દામાલ સીઝ કરાયા
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલ ની સંયુક્ત ટીમ દ્વારા મોજે પાંજવાળી ગામે ઝરીયા મહાદેવની આસપાસ આવેલા વિસ્તારમાં તેમજ ત્યારબાદ મોજે વાવડી ગામે કાર્યરત સ્ટોન ક્રશર એકમો ઉપર આકસ્મિક સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝરીયા મહાદેવની આસપાસ તેમજ વાવડી વિસ્તારમાં કાર્યરત સ્ટોન ક્રશર એકમો દ્વારા આજુબાજુના ખાનગી તથા સરકારી સર્વે નંબરોમાંથી તદ્દન ગેરકાયદેસર રીતે સેન્ડ સ્ટોનનું ખનન કરી તેનો સંગ્રહ, પરિવહન અને પ્રોસેસિંગ કરીને સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા.
ખાણ અને ખનીજ વિભાગની ટીમ સાથે રાખીને સ્થળ ઉપર માપણી કરવામાં આવતા ગેરકાયદેસર ખનન થયેલું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. આ અંગે વિગતવાર માપણી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી , તપાસ દરમિયાન કુલ ૭ સ્ટોન ક્રશર પ્લાન્ટને સ્થળ ઉપર જ સીલ કરવામાં આવ્યા હતા ત્યારે, સ્ટોક અને સંગ્રહ અંગેના જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા નહોતા અને તપાસ દરમિયાન સ્થળ ઉપરથી નીચે મુજબનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને રૂપિયા ત્રણ કરોડ એકોતેર લાખ દસ હજાર પુરાનો મુદ્દામાલ સ્થળ ઉપર જ સીઝ કરવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર ખનન, ખનીજના ગેરકાયદેસર સંગ્રહ, પ્રોસેસિંગ, સરકારી જમીન પર કબજો તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ સતત આકસ્મિક તપાસો હાથ ધરી કડક અને દૃષ્ટાંતરૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
