દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ્ડ 2026
JEE એડવાન્સ્ડ 2026ના પરિણામો જાહેર થયા
સુરતના વિદ્યાર્થી શૌર્ય ખેવકાએ ઓલ ઇન્ડિયા રેન્ક 43 મેળવ્યો
દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ એડવાન્સ્ડ 2026ના પરિણામો જાહેર થયા છે. જેમાં સુરતની એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે. એલન સુરતના વિદ્યાર્થી શૌર્ય ખેવકાએ ઓલ ઇન્ડિયા રેન્ક 43 મેળવી સિટી ટોપર બનવાનો ગૌરવ મેળવ્યો છે, જ્યારે ઉન્નતિ જૈને ઓલ ઇન્ડિયા રેન્ક 525 સાથે શહેરની ગર્લ્સ ટોપર તરીકે સ્થાન મેળવ્યું છે.
એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, JEE એડવાન્સ્ડ 2026ના પરિણામોમાં સુરત સેન્ટરના વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી છે. શૌર્ય ખેવકાએ ઓલ ઇન્ડિયા રેન્ક 43 હાંસલ કરીને સુરત સિટી ટોપર બન્યા છે. બીજી તરફ ઉન્નતિ જૈને ઓલ ઇન્ડિયા રેન્ક 525 મેળવી ગર્લ્સ કેટેગરીમાં શહેરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.એલનના રાષ્ટ્રીય પરિણામોની વાત કરીએ તો, કોટા ક્લાસરૂમના વિદ્યાર્થી યુગમ કુમારે 360માંથી 330 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક-1 પ્રાપ્ત કરી છે. સંસ્થાએ સતત ત્રીજા વર્ષે ટોચનું સ્થાન મેળવવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે.સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને સુવ્યવસ્થિત તૈયારીના કારણે આ સફળતા મળી છે. JEE એડવાન્સ્ડ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ શહેર માટે ગૌરવની બાબત બની છે.
JEE એડવાન્સ્ડ 2026માં એલન સુરતના વિદ્યાર્થીઓના શાનદાર પરિણામોથી શહેરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
