માંડવી ભાજપ દ્વારા મોદી સરકારના 12 વર્ષની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

માંડવી ભાજપ દ્વારા મોદી સરકારના 12 વર્ષની ઉજવણી
વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યો પર કાર્યશાળા યોજાઈ

માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર ભાઈ મોદી સરકારના અવરીત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ગૌરવપૂર્ણ કામો થયેલ જે અંગે કાર્યશાળા યોજાય.

માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે નરેન્દ્ર ભાઈ મોદી સરકારના અવરિત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના ના ગૌરવપૂર્ણ કાર્ય થયેલ છે જેને જન જન સુધી પહોંચાડવા માટે કાર્યશાળા યોજવામાં આવી હતી આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ રાવળે ે સૌને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે માંડવી નગરના પ્રભારી તરીકેસતત કાર્યરત અને કાર્યક્રમના વક્તા અજીતસિંહ સુરમાંજીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ભાઈ મોદીના અવરિત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના ગૌરવપૂર્ણ કાર્ય થયેલ છે જે કાર્ય ને જન જન સુધી પહોંચાડવા માટે તારીખ 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લોકોના ઘર ઘર સુધી પહોંચાડી સમજ આપશે. આ કાર્યક્રમમાં માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાજી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટો દરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, તેમજ નગર સંગઠનના હોદ્દેદારો પાલિકાના ચૂંટાયેલા સભ્ય તેમજ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *