રાજ્યમાં 29 એપ્રિલ સુધી હીટવેવનું યલો એલર્ટ

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં 29 એપ્રિલ સુધી હીટવેવનું યલો એલર્ટ
23 થી 29 એપ્રિલ ગુજરાતમાં ભારે ગરમી
ગુજરાતમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું

રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે. હવામાન વિભાગે આજથી સાત દિવસ તા. 23 થી 29 એપ્રિલ ગુજરાતમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગેની આગાહી મૂળજબ 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે, જેના કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે, જ્યાં તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર જશે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણ વધુ સૂકું બનશે. ખાસ કરીને 26 મી તારીખે, જે ચૂંટણીનો દિવસ છે, તે દિવસે વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 26 મી તારીખે તાપમાન 37 થી 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.

રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *