સુરતના અડાજણ સરદાર બ્રિજ પર યુવાનની બાઈક ડિવાઈડર સાથે અથડાય

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ સરદાર બ્રિજ પર યુવાનની બાઈક ડિવાઈડર સાથે અથડાય
અડાજણ ગામના કોલેજીયન યુવાનનનો ગંભીર અકસ્માત
અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ

સુરતના અડાજણ સરદાર બ્રિજ પરથી પસાર થતા અડાજણ ગામના કોલેજીયન યુવાનની બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. તો યુવાનના પરિવારજનોએ સંતાનના અંગોનુ દાન કર્યુ હતું.

સુરતના અડાજણ ગામ માં રહેતા 19 વર્ષીય જેસલ ભાવિન મેસુરીયાનું  અકસ્માત માં મોત નીપજ્યું હતું. જેસલ પોતાની કોલેજમાંથી ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે સરદાર બ્રિજ પર ડિવાઇડર સાથે વાહન અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું. જેસલ પરિવારમાં એકનો એક દિકરો હોવાનુ સામે આવ્યુ છે. તો પરિવારે ભારે હૈયા સમાજ માટે પ્રેરણાદાયક નિર્ણય કરી પુત્રની આંખુ દાન ક્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *