સ્કુલમાં ભણતા બાળકોને ડરાવી ધમકાવી પૈસા કઢાવ્યા

Featured Video Play Icon
Spread the love

સ્કુલમાં ભણતા બાળકોને ડરાવી ધમકાવી પૈસા કઢાવ્યા
બળજબરીથી પૈસા કઢાવનાર આરોપીઓને વરાછા પોલીસે ઝડપ્યા
રોશન હરેશ ધોળકીયા, ભાવીક બાબુ લાડુમોર અને મીત અશ્વીન ખુંટ

સુરતમાં સ્કુલમાં ભણતા બાળકોને ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા કઢાવનાર આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ આરબી ગોજીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો સંદિપ, વાસુદેવ અને જીજ્ઞેશગીરીએ બાતમીના આધારે વરાછા વિસ્તારમાં સ્કુલોમાં ભણતા બાળકોને ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા કઢાવતા આરોપીઓ રોશન હરેશ ધોળકીયા, ભાવીક બાબુ લાડુમોર અને મીત અશ્વીન ખુંટને ઝડપી પાડ્યા હતાં અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *