9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

Featured Video Play Icon
Spread the love

9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવા વૈશ્વિક જાગૃતિ અભિયાન
UNO ના 11 મા અધિવેશનમાં ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું

તારીખ 9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે

વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષએ જ વર્ષની 9 ઓગષ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઇ.સ.1992 માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNO ના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.

વિશ્વ આદિવાસી દિને તેમનાના ઇતિહાસ પર એક નજર કરી તો, આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુધ્ધ થતા હતા, તે માટે બધી જ જગ્યાએ ધૂમધામ થી 9 ઓગસ્ટ નો દિવસ ખુબજ નાચગાન સાથે મનાવે છે. આજ રોજ પણ તાપીના સોનગઢમાં પણ ખૂબજ ધૂમધામથી સોનગઢ કોલેજથી બેન્ડ સાથે નાચગાન સાથે સમગ્ર આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં એકતા સાથે બિરસા મુંડા ચોક બસ સ્ટોપ પર આવે છે અને એમની પ્રતિમાને પુષ્પ ચડાવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *