રાજકોટમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી.
શહેર પોલીસે હેડ ક્વાર્ટર ખાતે કરી ઉજવણી.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કરી ઉજવણી.

દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજના આ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે

આજે 15 મી ઓગસ્ટ રાજકોટ આખું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે, ચૌધરી હાઈસ્કૂલ, અને જિલ્લા કક્ષાની ઉજવણી લોધીકા ખાતે કરી ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ ગ્રાઉન્ડ ખાતે આજના 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે આજના આ કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ બાદ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આ તકે રાજકોટ શહેરના લોકોને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અને જણાવ્યું હતું કે, દેશ આધુનિકતા તરફ જઈ રહ્યો છે. ત્યારે સાથે સાથે સાયબર ક્રાઇમનાં બનાવો પણ સતત વધી રહ્યા છે. ત્યારે આ બાબતે તેણે ચિંતા વ્યક્ત કરી હતી. અને લોકોને જાગૃત રહેવાની અપીલ કરી હતી સાથે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સામે રાજકોટ શહેર પોલીસ દ્વારા વધતા જતા કેસને અટકાવવા માટે તેમજ ભોગ બનનારોને તેમની રકમ પરત અપાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અધ્યતન ટેકનોલોજીથી યુક્ત સાઇબર લેબ પણ બનાવવામાં આવી છે. ત્યારે કોઈપણ પ્રકારના ફ્રોડનો ભોગ બનતા લોકોને તાત્કાલિક 1930 પર સંપર્ક કરવા લોકોને અપીલ કરી હતી. અને તહેવારોના સમયમાં હાલ પોલીસ સતર્ક છે ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે ખાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *