સુરતમાં સિનિયર ક્લાર્ક દ્વારા 70 હજારની લાંચની માંગણી
લાંચની રકમ સ્વીકારતા બન્ને આરોપીઓ એસીબીમાં ઝડપાયા
સંતોષ સોનવણેએ આરોપી લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયા ઝડપ્યા
પોતાની જમીનમાં કોમર્શીયલ વીજ કનેકશન લેવા માટે કરેલી અરજી બાદ લેબર કોન્ટ્રાક્ટર થકી સિનિયર ક્લાર્ક દ્વારા 70 હજારની લાંચની માંગણી કરાઈ હોય જે લાંચની રકમ સ્વીકારતા બન્ને આરોપીઓ એસીબીના હાથે ઝડપાયા હતાં.
પોતાની માલિકીની જમીનમાં કોમર્શીયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે જમીન માલિકએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કઠોર સબ ડિવીઝનની કચેરી ખાતે અરજી કરી હતી જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે વીજ કંપનીના સિનિયર ક્લાર્ક વર્ગ 3 સંતોષ સોનવણેએ ફરિયાદી પાસે 70 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરાયુ હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપી સંતોષ સોનવણેએ આરોપી લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયાને લાંચની રકમ લેવા મોકલ્યા બાદ આરોપી ભરત સાવલીયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારી હતી. જેથી એસીબીએ સિનિયર ક્લાક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
