સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં A1 માં 562 વિદ્યાર્થીઓ
સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ
6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આજે પરિણામ જાહેર થતા જ અનેક પરિવારો સંતાનોની સિદ્ધિ જોઈને હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. ત્યારે આજે સુરતની આશાદીપ વિધ્યાલયમાં A1 માં 562 વિદ્યાર્થીઓ બાજીમારતા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 98% આવ્યું છે
સુરતમાં ધોરણ-10 નું પરિણામ જાહેર થતાની સાથે જ શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને આશાદીપ જેવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા તો ક્યાંક ફટકડી ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી, પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા, સુરતની આશાદીપ શાળાના તેજસ્વી વિદ્યાર્થી માંગુકિયા પાર્થ રમેશભાઈએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 600 માંથી 591 ગુણ અને 98.50 ટકા સાથે ઝળહળતી સફળતા મેળવી છે ત્યારે સુરતની આશાદીપ વિધ્યાલયમાં A1 માં 562 વિદ્યાર્થીઓ બાજીમારતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 98% આવ્યું છે જેને લઇ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિધ્યાર્થીઓએ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા જ તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, જે તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે તો પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા-પિતાના સપના અને શિક્ષકોની મહેનતને ગણાવ્યા છે
