સુરતમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ 32મા સમુહ લગ્ન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ 32મા સમુહ લગ્ન
સમુહ લગ્ન સમારોહમાં 194 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

સુરતમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ 32મા સમુહ લગ્ન સમારોહમાં 194 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 32માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ 194 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. જળશક્તિમંત્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જે આજે વટવૃક્ષ બની છે. આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. સમાજમાં શિક્ષણનું સ્તર સતત વધી રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કોરોનાકાળ દરમિયાન જોવા મળ્યું હતું. કોરોનાના કપરા સમયને યાદ કરતા તેમણે જણાવ્યું કે, આહિર સમાજના તબીબોએ નિઃસ્વાર્થ ભાવે રાત-દિવસ જનતાની સેવા કરી છે, જે ખરેખર વંદનીય છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં માનસિક શાંતિ ખૂબ જરૂરી છે. વિપશ્યના પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, વિપશ્યના દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે અને તે જીવનના પડકારોનો મક્કમતાથી સામનો કરી શકે છે. તેમણે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી નવદંપતીઓના સુખી જીવનની કામના કરી હતી. તો આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, આહિર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલા માત્ર સાત લગ્નથી શરૂ થયેલી શ્રુંખલા આજે 32માં સમૂહ લગ્નોત્સવ સુધી પહોંચી છે. આ સફર સમાજની જાગૃતિનું પ્રતીક છે.અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરુ અને સાત ફેરા યોજના હેઠળ સાત કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહલગ્નમાં જોડાઈને જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *