સુરતીઓની સુરક્ષા માટે 24 કલાક ખડેપગે સેવા

Featured Video Play Icon
Spread the love

સુરતીઓની સુરક્ષા માટે 24 કલાક ખડેપગે સેવા
સુરત પોલીસના કર્મવીર જવાનોનું સન્માન સમારોહ
પ્રથમ એર માર્શલ પણ હાજર રહ્યા હતાં.

સુરતીઓની સુરક્ષા માટે 24 કલાક ખડેપગે સેવા આપતા સુરત પોલીસના કર્મવીર જવાનોનું સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમ એર માર્શલ પણ હાજર રહ્યા હતાં.

સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સુરતીઓની સુરક્ષા માટે ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓને કર્મભૂમિ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. સુરતના અડાજણ પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં પોતાની ફરજની સાથે મહિલા, બાળકો, વૃદ્ધો માટે અલગથી સેવા આપતા પોલીસ કર્મીઓનો સન્માન કરાયો હતો. સાથે કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના પહેલા એર માર્શલ ડૉ. પદ્માવતી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *