બારડોલી-વિધાનસભા-ક્ષેત્રમાં-સરદાર-વલ્લભભાઈ-પટેલ-ની-૧૫૦મી-જન્મજયંતિ-ઉજવણી
બારડોલી-સરદાર-૧૫૦-યુનિટી-માર્ચ
અકોટી-થી-બારડોલી-એકતા-પદયાત્રા
બારડોલી-એકતા-માર્ચ-ઉજવણી
દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે બારડોલી વિધાનસભા મત વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને બારડોલીના અકોટીગામથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અટકોટીગામથી સ્વરાજ આશ્રમ બારડોલી સુધીની ૧૩ કિલોમીટરની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી. અકોટી થી બારડોલી સુધીમાં વિવિધ સ્થળો પર એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિનાં ઉપક્રમે રાજ્યવ્યાપી ‘યૂનિટી માર્ચ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ આપનાર ભીખીબેન પટેલના પંતાગણ અકોટી ગામથી બારડોલી વિધાનસભાની યુનિટી માર્ચ યાત્રાનો પ્રારંભ કરાયો છે, જે એકતા અને રાષ્ટ્રીય એકજૂટતાનો શક્તિશાળી સંદેશ જનજન સુધી પહોંચાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યૂનિટી માર્ચ એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો પાવન સંદેશ છે.યુનિટી માર્ચ યાત્રાનું સમાપન સ્વરાજ આશ્રમ થશે. ત્યારે આ અવસર સરદાર વલ્લભભાઈ પટેલે ખેડુતોના હક માટે ચલાવેલા ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહના અમર સંદેશને ફરીથી જીવંત કરી રહ્યો છે. ખેડૂતશક્તિ, ન્યાય અને અડગ સંકલ્પના આ અધ્યાયને યાદ કરતાં સમગ્ર વિસ્તારમાં દેશભક્તિની ભાવના વધુ ઉર્જાવાન બની રહી છે. પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા.
આ પ્રસંગે બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી જમનાબેન રાઠોડ, બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી ધર્મેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી છત્રસિંહ મોરી, જિ.પં.ના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ, પ્રાંત અધિકારી જીગ્ના બેન. પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા,અગ્રણી જીગર નાયક, મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી,સુરત જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઇ પટેલ જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
