રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના 150 વર્ષ પૂર્ણ
સુરત જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ કરાયો
રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના 150 વર્ષ પૂર્ણ થતાં બારડોલી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વંદે માતરમ સાથે બારડોલી સ્વરાજ આશ્રમનો પણ 150 વર્ષ ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ કરાયો હતો.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપનાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ની 1875 માં રચના કરાઈ હતી. રચના કરનાર બંકિંમ ચંદ્ર ચત્તોપાધ્યાય હતાં. એ ગીત ને આજે 150 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આ સુવર્ણ અવસરની દેશભરમાં વિવિધ કાર્યક્રમ કરાઈ રહ્યાં છે. ત્યારે આજે સરદાર નગરી બારડોલી ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ સુરત જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અવસર પર દેશભક્તિના સંદેશ સાથે વંદે માતરમ – 150 મી વર્ષગાંઠ ઉત્સવ” કાર્યક્રમ યોજાયો હતો.
બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે જેમા જીગરભાઈ નાયક અંનત જૈન. ધર્મેશ ભાઈ પટેલ. આગેવાનો સાથે નગરજનો અને મોટી સંખ્યા માં શાળા ના વિદ્યાર્થીઓ જોડાયાં હતાં. અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ રચયિતા ને બિરદાવવા માં આવ્યું હતું. વંદે માતરમ ગીત ને 150 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે એક દિવસ નહીં પરંતુ સરદાર પટેલ જયંતિ 150 વર્ષ પૂર્ણ થયાં છે. જેથી આખું વર્ષ દરમિયાન આ રાષ્ટ્રીય ગીત 150 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો સુરત જિલ્લા માં પણ કરવામાં આવનાર છે….
