ભાવનગરમાં નજીવી બાબતે ફાયરિંગ કરનાર આઠ પૈકી છ શખ્સો ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં નજીવી બાબતે ફાયરિંગ કરનાર આઠ પૈકી છ શખ્સો ઝડપાયા
આઠ શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દહેશતનો માહોલ સર્જ્યો

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં બે દિવસ પહેલા મોડી રાત્રે સામાન્ય બાબત અને જૂની અદાવતને લઈને આઠ શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ભય સાથે દહેશતનો માહોલ સર્જ્યો હતો આ પ્રકરણને પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં પોલીસે આઠ પૈકી 6 શખ્સોની ધરપકડ કરી છે.

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ રાજપૂત વાડી પાસે મોડી રાત્રે ઘર પાસે બેસવાની બાબતને લઈને અને અગાઉ થયેલ માથાકૂટ સંદર્ભે આઠ શખ્સોએ ઘાતક હથિયારો સાથે આવી માથાકૂટ કરી હતી અને બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે ગણતરી ની કલાકોમાં જ આઠ પૈકી છ શખ્સોની ધડપકડ કરી છે અને બાકી રહેલા બે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *