સુરતમાં લગ્નનો ઈનકાર કરતી સગીરાનું અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લગ્નનો ઈનકાર કરતી સગીરાનું અપહરણ
અપહરણ કરનાર સનકી પ્રેમી અને તેના મિત્રને ઝડપ્યો
પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

સુરતમાં લગ્નનો ઈનકાર કરતી સગીરાનું અપહરણ કરનાર સનકી પ્રેમી અને તેના મિત્રને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.

સુરતના અમરોલી વિસ્તારમાં સનકી પ્રેમીની કરતૂત સામે આવી હતી. જેમાં બ્યુટી પાર્લરનો સામાન લેવા જતી સગીરાનું આરોપી પ્રેમીએ અપહરણ કર્યું હતું. મિત્રની મોટર સાયકલ પર સગીરાને બેસાડી કડોદરા તરફ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન સગીરાને માર મારવામાં આવ્યો હતો અને શરીરે બચકા તથા ચીમટા ભરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને મુક્ત કરી પોતે ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પરિવારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. અને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પ્રેમી પિયુષ મારું અને તેના મિત્ર કિશોર બોરીચાની ધરપકડ કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *