સુરતના રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ ખાતે યુવાનની હત્યા,
ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી
પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી
સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેરમાં મોરા ભાગળ ખાતે રહેતા યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો હત્યા મૃતકના મિત્રએ જ કરી હોય પોલીસે હત્યારા મિત્રને ઝડપી પાડ્યો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા નાંખી હતી. મોરાભાગળમાં રહેતો રાહુલ ગોર્સિંગ નામના યુવક મજૂરી કામ કરતો અને મૃતક રાહુલ સાથી મિત્ર રાજા સાથે કામ પર ગયો હતો ત્યારે બંને મિત્રો વચ્ચે સામાન્ય બાબતને લઈને ઝઘડો થયો હતો. જેમાં આરોપી રાજાએ મિત્ર રાહુલ પર ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી. તો હત્યા કર્યા બાદ હત્યારો મિત્ર ભાગી છુટતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા રાજાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
