સુરતમાં ફરી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ
એમ્બરગ્રીસ વેચવા આવેલા 9 લોકોની ધરપકડ
9માંથી 7 આરોપીઓ વિદ્યાર્થીઓ હોવાનું આવ્યું સામે
વિદ્યાર્થીઓ દ્વારા વ્હેલ માછલીની ઉલટીની કરાઈ તસ્કરી
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીની કિંમત કરોડોમાં

સુરતમાં ફરી વ્હેલ માછલીની ઉલ્ટી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે. ઉમરા પોલીસે કરોડોનું શંકાસ્પદ એમ્બરગ્રીસના જથ્થા સાથે 9 યુવાનોની ધરપકડ કરી હતી.

સુરતમાં ગેરકાયદેસર અને અત્યંત મોંઘા એવા પદાર્થ એંબરગ્રીસના વેપારનો મોટો પર્દાફાશ થયો છે. ઉમરા પોલીસે શહેરના ઈન્ડોર સ્ટેડિયમ નજીકથી દરોડો પાડી લગભગ 8 કિલો શંકાસ્પદ ‘એંબરગ્રીસ’ જપ્ત આગળની કાર્યવાહી હાથ ધરી છે. 8 કરોડ 88 લાખ 43 હજારની કિંમતના મુદ્દામાલ સાથે 9 જેટલા યુવાનો જેમાં ભરૂચ અને આસપાસના યુવાનો મીહીર સોલંકી, કેયુર વસાવા, રોનક પરમાર, રૂદ્ર વસાવડા, અર્પીત ગોહીલ તથા આણંદના ગોપાલ ભરવાડ, નરેશ ભરવાડ મેહુલ ભરવાડ તથા મુળ બોટાડનો અને હાલ અંકલેશ્વરમાં રહેતા વિપુલ આહીરને ઝડપી પાડ્યા છે. જે સુરતમાં શંકાસ્પદ એંબરગ્રીસ વેચવા માટે આવ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓ પણ શામેલ છે. વન વિભાગની મદદથી આગળની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવશે. 10 દિવસની અંદર સુરત પોલીસે 18 કરોડ થી પણ વધુ શંકાસ્પદ ‘બરગ્રીસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *