સુરતના હજીરા કાંઠા વિસ્તારના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
સિંચાઈ વિભાગ ખાતે પહોંચી વિરોધ કર્યો
ત્રણ વર્ષથી પાણી નહિ આપતાં ડાંગરનો પાક બગડયો
સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશોને સિંચાઈ વિભાગ ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. ડાંગરના પાક માટે પાણી ન મળતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
સુરતના હજીરા કાંઠા વિસ્તારના રહીશોનો સિંચાઈ વિભાગ પર વિરોધ જોવા મળ્યો હતો. છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી નહિ મળતા વિરોધ નોંધાયો હતો. જેને લઈ ખેડૂતો દ્વારા ચિમકી ઉચ્ચારાઈ હતી કે જો પાણી નહિ આપવામાં આવે તો આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી પણ આપી હતી. તો ત્રણ વર્ષથી પાણી નહિ આપતાં ડાંગરનો પાક બગડો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો
