સુરતમાં વાહન ચોર ઝડપાયા
ઉત્રાણ પોલીસે વાહન ચોરને પકડી પાડ્યો
આરોપી કામરેજ નવાગામ ખાતેથી ઝડપાયો
સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે ઉત્રાણ પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતમાં ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉત્રાણ ગરનાળા પાસેથી પસાર થતા રીઢા વાહન ચોર એવા મુળ ભાવનગર ના અને હાલ કામરેજ નવાગામ ખાતે રહેતા ઉકાભાઈ વિહાભાઈ ગોહિલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલી મોટર સાઈકલ કબ્જે કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
