સુરતમાં વાહન ચોર ઝડપાયો
પોલીસે ચોરાયેલ બાઈક કબ્જે કરી
ચંડાલ ચોકડી પાસેથી આરોપી ઝડપાયો
સુરતની ભેસ્તાન પોલીસે મારામારી અને વાહન ચોીરના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે કરી હતી.
સુરતની ભેસ્તાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ સુરેન્દ્રકુમાર તતથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગુંજન અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રોહિતએ બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ તથા ઉધના પોલીસ મથકમાં બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી એવા ફેઝાન ઉસ્માન શેખને ભેસ્તાન ચંડાલ ચોકડી પાસેથી ઝડપી પાડી તેની પાસેથી ઉધના વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
