સુરતની ઉધના પોલીસે ચોરી કરનાર રીઢાઓને ઝડપ્યા
અમરોલી વિસ્તારમાંથી મોપેડ એક્સેસની ચોરી
મયુર ઉર્ફે રોમીયો જોષી અને યોગેશ ઉર્ફે અરમાન રાઠોડને ઝડપ્યા
સુરતની ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમરોલી વિસ્તારમાંથી મોપેડ એક્સેસની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ડો. કાનન દેસાઈ, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝન વી.એમ. જાડેજા તથા ઉધના પી.આઈ. જે.એસ. ઝાંબરે અને પી.એસ.આઈ. એમ.કે. ઈશરાનીની ટીમના અ.હે.કો.જીજ્ઞેશ અંબાલાલ અને અ.હે.કો.બિન્નુભાઈ મુન્નુભાઈએ બાતમીના આધારે અમરોલી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલ એક્સેસ મોપેડ સાથે બે રીઢા વાહન ચોરો મયુર ઉર્ફે રોમીયો જોષી અને યોગેશ ઉર્ફે અરમાન રાઠોડને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે લઈ તેઓનો કબ્જો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
