સુરત : ચોરેલી ગાડીઓથી સ્નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યા
અસપાક માયા શેખ અને મોહિન મોઈન ખાન પઠાણની ધરપકડ
સુરતની ચોક બજાર પોલીસે રીક્ષામાં પસાર થતા દંપતિ પાસેથી પર્સ સ્નેચીંગ કરનાર બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં ઘણા સમયથી સ્નેચીંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચોક બજાર વિસ્તારમાંથી રીક્ષામાં પસાર થઈ રહેલ દંપતિનો પર્સ ઝુંટવાયો હતો. સ્ટેશનેથી ઘરે જઈ રહેલ દંપતિના હાથમાંથી દિરહમ, મોબાઈલ અને પાસપોર્ટ તથા રોકડ રકમ મુકેલ પર્સની સ્નેચીંગ કરી બાઈકરો ભાગી ગયા હોવાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકે નોંધાતા ચોક બજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે રીઢા ચોરો અસપાક ઉર્ફે માયા શેખ અને મોહિન ઉર્ફએ મોઈન ખાન પઠાણને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા રીઢાઓ પાસેથી પોલીસ મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો રીઢાઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયા હોવાનુ સામે આવી ચુક્યુ છે.
