સોનગઢ હાઇવે પર ઠેર ઠેર ખાડા ને લઈ ટ્રક પલટી
મસ મોટા ટોલ ટેક્સ વસૂલ કરતું મંડળ ટોલ હાઈવે
ખાડાઓનું પુરાણ કરાવે તે જરૂરી
સોનગઢ ખાતે આવેલ સુરત ધુલિયા નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓની ભરમારને લઈ જેસીંગપુરા ટેકરા ઉપર અનાજ ભરીને જતી ટ્રક પલટી જતા ટ્રકોની લાંબી કતાર લાગી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
સોનગઢ ખાતે ટોલ ટેક્સના કરોડો રૂપિયા વસૂલતી સોમા કંપનીની બેદરકારીથી આજે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હાઈવે પરના ઊંડા ખાડા કારણે અનાજ ભરેલી ટ્રક પલટી મારી ગઈ, પરિણામે ટ્રક ચાલકને ભારે નુકસાન સહન કરવું પડે છે. સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ટોલટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે, પરંતુ રસ્તા સુધારવા માટે નહિ. રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે.છતાં કંપનીના અધિકારીઓ અને તંત્ર આંખ આડા કાન કરી બેઠા છે. આ જ માર્ગ પરથી ધારાસભ્ય, સાંસદ અને સરકારી અધિકારીઓ પસાર થાય છે, છતાં તેમને આ ખાડા કેમ દેખાતા નથી ? શું સોમા કંપની સામે કોઈ બોલી શકતું નથી ? લોકો ખુલીને કહી રહ્યા છે કે જો રસ્તા જાળવવાના નથી, તો ટોલટેક્સ વસૂલવાનો અધિકાર પણ નથી. સોમા કંપનીની બેદરકારીને કારણે હાઈવે પર મુસાફરી કરવી મરણજાળ સમાન બની ગઈ છે.ત્યારે તંત્ર સફાળે જાગી આ મસ્ત મોટા ખાડા ઓનું સમર કામ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
