યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે માંથી ચોરી
ટ્રે આગળ પ્લાસ્ટીકની કાળી પટ્ટી ચોટાડી એટીએમ મશીનથી ચોરી
રૂપિયાની ચોરી કરનાર રીઢાઓને સચીન પોલીસે ઝડપી પાડ્યા
યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટીકની કાળી પટ્ટી ચોટાડી એટીએમ મશીનમાંથી નિકળતા રૂપિયાની ચોરી કરનાર રીઢાઓને સચીન પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરતમાં બેંકોના એટીએમમાંથી યુક્તી પ્રયુક્તીથી ચોરી કરનારાઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનના માર્ગદર્શન હેઠળ સચીન પી.આઈ. પી.એન. વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રાહુલસંહ તથા અ.પો.કો. દશરથ અને પરેશને મળેલી બાતમીના આધારે યુકો બેંકના એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવાની ટ્રે આગળ પ્લાસ્ટીકની કાળી પટ્ટી ચોટાડી એટીમ મશીનમાંથી નિકળતા રૂપિયાની ચોરી કરનાર આરોપીઓ વીક્કીકુમાર ગુપ્તા, છોટુ પાસ્વાન, ક્રીશ ઠાકુર અને ક્રીષ્ણકુમાર શર્માને ઝડપી પાડ્યા હતાં અને પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તતા એટીએમ કાર્ડ સહિતની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
