સુરતના બારડોલીમાં 90 વર્ષથી ચાલતી પરંપરા

Featured Video Play Icon
Spread the love

સુરતના બારડોલીમાં 90 વર્ષથી ચાલતી પરંપરા
શ્રાવણ માસમાં નોળી નોમનું વિશેષ મહત્વ
નોળીયાની પૂજા કરી મહિલાઓએ સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મેળવ્યા

શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીના દિવસે નોળી નોમનું વ્રત કરવામાં આવે છે. નોળી નોમના વ્રતના મહિમાની વાત કરીએ તો જે સ્ત્રીને પેટે સંતાન ન હોય તે સ્ત્રી સાચા મનથી નોળી નોમનું વ્રત કરે છે તો તેને અચૂક સંતાન પ્રાપ્તિ થાય છે.

બારડોલીના લીમડાચોક ખાતે રહેતા અને કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી સ્વ. ઠાકરોગીરી સૂરજગીરી ગોસ્વામી દ્વારા તેઓના નિવાસ સ્થાને વર્ષોથી જુવારના લોટનો નોળીયો બનાવવામાં આવે છે. નગરમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં તેઓના ઘરે બનાવેલા નોળીયાની પુંજા અર્ચના કરી આશીર્વાદ મેળવતા આવ્યા હતા. 90 વર્ષથી ચાલતી આવેલી પરંપરાને યથાવત રાખતા સ્વ.ઠાકોરગીરીના પુત્રોએ આજે પણ નોળી નોમનું મહત્વ સમજી જુવારના લોટનો નોળીયો બનાવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસમાં આવતા નોળી નોમના આજના દિવસે વહેલી સવારે મહિલાઓએ મંદિરે ભગવાનના દર્શન કરી નોળીયાની પુંજા, અર્ચના અને વ્રત કરી સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *