સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત
શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનો દ્વારા હુમલો
સિવિલમાં સવારથી જ રસી રખાવવા માટે દર્દીઓની લાઈન

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનો દ્વારા હુમલો કરાતા સિવિલમાં સવારથી જ રસી રખાવવા માટે દર્દીઓની લાઈન જોવા મળી હતી.

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનનો હુમલો જોવા મળ્યો હતો જેને લઈ હુમલોમાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતાં. નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓની લાઈન જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજના 100થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. જેમાં પાંડેસરા, લિંબાયત, ઉધના ડીંડોલી, સચિન વિસ્તારમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. તો સુરત મનપા રસીકરણ ખસીકરણ પાછળ કોરોડ રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે છતાં શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *