સુરતમાં અસામાજિક તત્વો આતંક ફરી સામે આવ્યો
એક જ દિવસમાં બે લુંટના બનાવો બનતા પોલીસ દોડતી થઈ
આરોપીઓને પકડી તેઓને જાહેરમાં ફેરવ્યા
સુરતમાં અસામાજિક તત્વો આતંક વધારી રહ્યા હોય તેમ એક જ દિવસમાં બે લુંટના બનાવો બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને આરોપીઓને પકડી તેઓને જાહેરમાં ફેરવ્યા હતાં.
સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં લૂંટારુઓ બેફામ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સરથાણા વિસ્તારમાં કારમાં આવેલા ચાર આરોપીઓએ બે અલગ અલગ જગ્યાએ લૂંટ ચલાવી હતી જાણે પોલીસ નો કોઈ ડર જ ન હોય તેમ કારમાં આવી અલગ અલગ લોકો પાસેથી રોકડ અને દાગીનાની લુંટ કરી લુંટારૂઓ ભાગી છુટ્યા હતાં. જેને લઈ સરથાણા પોલીસ ના નાઈટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં તેઓને ફેરવ્યા હતાં.
