સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કારના કાચ તોડી નાખ્યા
સીસીટીવી ફૂટેજની તપાસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અસામાજિક તત્વોએ કારના કાચ તોડી નાંખતા સિવિલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા કેમ્પસમાં ઉભેલી ત્રણથી વધુ ફોરવ્હીલ કારના કાચ તોડાયા હતાં. જેમાં એક કાર પર ઇટ ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હોસ્પિટલ કેમ્પસમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ તંત્ર દ્વારા ઝડપથી શરૂ કરવામાં આવી છે, છતાં આ બનાવ બાદ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થળ પર સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં કેમ્પસમાં આ રીતે અસામાજિક તત્વોનુ ઘુસી જવું સિવિલ તંત્રની બેદરકારીને ખુલ્લેઆમ ઉજાગર કરે છે.
