સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 19 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું
સુરતમાં જલગાંવથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં ડીલીવરી કરવા જતા ઈસમ ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સહીત લાખોનો એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપી મહારાષ્ટ્રના જલગાંવથી ટ્રેનમાં એમડી લાવ્યો હોવાની કબુલાત કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના જલગાંવથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં ડીલીવરી કરવા જતા ઈસમને ઝડપી પાડી લાખોનો એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફીયાઓ તથા તેમની ગેંગના સીન્ડીકેટ સભ્યોને પકડી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના વાહન સ્કોડના પોલીસ માણસોને એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર તથા જેસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમ નાઓએ તાત્કાલીક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી રેઇડ કરવા સુચના આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉમરવાડા ચીમની ટેકરા, સલીમનગર ઝુપડપટ્ટી ખાતે રહેતા એઝાઝ ઉર્ફે છોટ્યા ઉર્ફે ઉસ્માન શેખને ત્યાં દરોડા પાડી તેને ઝડપી પાડી તેની પાસેથી 19 લાખ 87 હજારથી વધુની કિંમતનો 198.76 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ મળી પોલીસે 20 લાખ 4 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. તો આરોપી મહારાષ્ટ્રના જલગાંવથી ટ્રેનમાં એમડી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. હાલ તો આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
