સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપ્યો
બે કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
આરોપીને સુરત લાવી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા બે કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં જ 2 કરોડથી વધુની મત્તાની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદમાં નાસતા ફરતા આરોપી એવા પ્રદીપ જોધારામ ચૌધરી કે જે હાલ મહારાષ્ટ્રના પુણે ખાતે હોવાની માહિતી મળતા ત્યાંથી તેને તેની રાજારામ સ્વીટ નામની દુકાનમાંથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
