સુરત કલેકટરને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર અપાયુ
સુરતના જુદાજુદા વિસ્તારોમાં આવેલ વસાહતોને લેન્ડ ગવર્મેન્ટ ના બહાના હેઠળ સુવિધાઓ આપવામાંથી વંચિત રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે સુરત કલેકટરને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર અપાયુ હતું.
સુરત કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે સુરતના જુદાજુદા વિસ્તરા જેવા કે બમરોલી, વડોદ, પાંડેસરા જીઆઈડીસી, સચીન જીઆઈડીસી અને અન્ય જીઆઈડીસીની તમામ આજુબાજુના વિસ્તાર ઉધના ઝોનમાં આવેલ ઔદ્યોગિક એકમો તેવીજ રીતે વરાછા, લિંબાયત, કતારગામ અને તમામ ઝોનમાં વર્ષો જુની વસાહતોને લેન્ડ ગવર્મેન્ટ ના બહાના હેઠળ સુવિધાઓ આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય જેથી તાત્કાલિક તમામને સુવિધા અપાય તેવી માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી.
