પીસીબી પોલીસની ટીમે બાતમીના આધઆરે અમદાવાદ મુંબઈ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યો

Spread the love

સુરતની પીસીબી પોલીસની ટીમે બાતમીના આધઆરે અમદાવાદ મુંબઈ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યો હતો.

વીઓ: સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ દારૂ અને જુગારના પ્રવૃત્તિ નેસ્ત નાબુદકરવા પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પીસીબીની ટીમે અમદાવાદ મુંબઈ હાઈવે માન સરોવર કોમ્પલેક્ષ પાસેથી પસાર થતા કન્ટેનરને આંતર્યો હતો અને તેની તપાસ કરતા કન્ટેનરમાં બનાવાયેલ ચોર ખાનામાંથી 32 લાખ 78 હજારથી વધુના વિદેશી દારૂ સહિત કન્ટેનર, મોબાઈલ, રોકડ સહિત 72 લાખ 29 હજારથી વધુની મત્તા સાથે ડ્રાઈવર રાજસ્થાનના બાડમેરનો ઈસરારામ ઉર્ફે ઈશ્વર ગીરધારીલાલ જાટ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *