ચૂંટણીના પડઘમ વાગે તે પૂર્વે નવસારીમાં વિકાસની ગતિ તેજ

Featured Video Play Icon
Spread the love

ચૂંટણીના પડઘમ વાગે તે પૂર્વે નવસારીમાં વિકાસની ગતિ તેજ
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા વિકાસલક્ષી કામોની સોગાદ
વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પ

ચૂંટણીના પડઘમ વાગે તે પૂર્વે નવસારીમાં વિકાસની ગતિ તેજ બની છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા આજે નવસારીને 44.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોની સોગાદ આપવામાં આવી છે. વર્ષોથી પડતર એવી કાછીયાવાડી ઓવરબ્રિજની માંગ આજે પૂર્ણ થઈ છે, જેનાથી હજારો ગ્રામજનોને ચોમાસામાં પડતી હાલાકીનો અંત આવશે. આ સાથે જ શહેરના આંતર માળખાકીય વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

નવસારીના વિકાસમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કુલ 44.65 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. જેમાં સૌથી મહત્વનો ₹2.84 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાઠીયાવાડી માઇનોર બ્રિજ છે. આ બ્રિજ બનતા હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર સાથે જોડાવું સરળ બનશે.માત્ર બ્રિજ જ નહીં, પણ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ ₹27.48 કરોડના ખર્ચે 89 જેટલા નવા રોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરની સુખાકારી માટે નવા ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ્સ અને આધુનિક મશીનરીઓનું પણ લોકાર્પણ કરાયું છે. નવસારીની ફાયર બ્રિગેડ સેવાને મજબૂત કરવા માટે ₹5.5 કરોડથી વધુના ખર્ચે નવા ફાયર ટેન્ડર અને ઈમરજન્સી વ્હીકલ્સ સેવામાં મૂકવામાં આવ્યા છે.”આમ, નવસારીમાં આ વિકાસ કામોના લોકાર્પણ બાદ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં ટ્રાફિક અને પાણીની સમસ્યા વેઠતા લોકો માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *