સુરત : ડિંડોલીમાં હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસે હત્યારાને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો
ક્રાઈમ બ્રાન્ચે નવીન પ્રમોદ યાદવની ધરપકડ કરી
ડિંડોલી પોલીસ મથકની હદમાંથી અજાણ્યાની હત્યા કરાયેલી લાશ મળી આવવાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ હત્યારાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ગત 16 ઓગષ્ટ 2025ના બપોરના સમયે ડિંડોલી વિસ્તારમાં ખેતરના શેઢા પર પાણીના નાળામાંથી અજાણ્યાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે અનડિટેક્ટ ગુનાની ડિંડોલી પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એનડીપીએસ આર્મ્સ સ્કોડ અને ઘરફોડ સ્કોડની ટીમે મૃતકની ઓળખ સુભાષ દત્તાત્રેય લાટે હોવાનુ જાણી લેતા તેની હત્યા કરનાર હત્યારા એવા મુળ બિહારના અને સુરતમાં સહારા દરવાજા ખાતે ભાડાના મકાનમાં રાજીવ નગર ખાતે રહેતા નવીન પ્રમોદ યાદવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
