સૌરાષ્ટ્ર કચ્છની 69 પાલિકાનું કરોડોનું લાઈટબિલ 2 વર્ષથી બાકી

Featured Video Play Icon
Spread the love

સૌરાષ્ટ્ર કચ્છની 69 પાલિકાનું કરોડોનું લાઈટબિલ 2 વર્ષથી બાકી
69 નગરપાલિકાઓએ 398.45 કરોડોનું લાઈટબિલ ચૂકવ્યું નથી
સામાન્ય ગ્રાહક બિલ ન ભરે તો પીજીવીસીએલ કનેક્શન કાપે

સૌરાષ્ટ્ર – કચ્છના 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતાં પીજીવીસીએલ તંત્રના સરકારી કચેરીઓના બાકી લેણા વસૂલવામાં આંખ મિચામણા સામે આવ્યા છે. 69 નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ 398 કરોડની વસુલાત બાકી

સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ 398 કરોડ માંગે છે. એટલે કે છેલ્લાં 2 વર્ષથી 69 નગરપાલિકાએ કરોડોનું લાઈટબિલ ચૂકવ્યું નથી. આમ છતાં છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વિજ વેરો ચૂકવવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો જો બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તુરંત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી કચેરીઓ માટે વીજ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈપણ પ્રકારનો દંડ કે વિજ કનેક્શન કાપવાની તૈયારી PGVCL એ બતાવી નથી. હાલ તો આ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. જો તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે. રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુન્સિપાલટી દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપવામાં આવી છે. જે લોન મળી ગયા બાદ નગરપાલિકાઓ દ્વારા બિલના નાણાં અમને ભરપાઈ કરી દેવામાં આવશે. PGVCLની એવી તૈયારી છે કે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા આ નાણાં ચૂકવાઇ જાય તેવી અમને ચોક્કસથી આશા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નગરપાલિકાઓ આવેલી છે તેના અલગ અલગ સમયના લાઈટ બિલો બાકી છે. જેમાં મોટાભાગની નગરપાલિકાઓના એક વર્ષથી લઈ અને બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકી છે. જોકે આ નાણા લાંબા સમયથી બાકી નથી કારણકે અગાઉના વર્ષોનું લાઈટ બિલ નગરપાલિકાઓ દ્વારા ચૂકવી દેવામાં આવેલું છે. રાજકોટ ગ્રામ્યની 6, પોરબંદરની 7, મોરબીની 5, જામનગરની 10, સુરેન્દ્રનગરની 6, અમરેલીની 12, ભુજની 4, અંજારની 4, ભાવનગરની 6, બોટાદની 3 અને જૂનાગઢની 6 એમ કુલ 69 નગરપાલિકાઓ દ્વારા છેલ્લા એકથી બે વર્ષ સુધીમાં વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથી. પીજીવીસીએલના 11 સર્કલ હેઠળ આવતી આ નગરપાલિકાઓ દ્વારા લાઈટ બિલ ચૂકવવામાં ન આવતા વિજ કચેરીને મોટું બાકી લેણુ સરકારી ચોપડે બોલી રહ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *