સુરતમાં ભાગી છૂટેલા હત્યારા ઝડપાયા
ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
શીવા ઉર્ફે સુતાન હિરાલાલ શ્રીવાસ્તવની ધરપકડ
ઉત્રાણ પોલીસ મથકની હદમાં એકની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાને ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
ઉત્રાણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં એક પર છરા વડે આડેધડ ચાર પાંચ ઘા મારી હત્યા કરી ભાગી જઊઈ કોઈ બંધમકાનમાં સંતાઈ ગયેલા હત્યારા એવા શીવા ઉર્ફે સુતાન હિરાલાલ શ્રીવાસ્તવને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો રીઢો અગાઉ સગીરવયની ઉંમરે વરાછા તથા કતારગામ પોલીસ મથકમાં મર્ડરા ગુનામાં અને ઉત્રાણ, વરાછા, મહિધરપુરા, પલસાણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં ઝડપાયો હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો હત્યારાની ઉત્રાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
