સુરતમાં ખાડાઓને રિપેરિંગ કરવા જેટપેચર મશીનની મદદ લેવાઈ
પાંડેસરા વિસ્તારમાં તેના આધારે જ ખાડાઓ રિપેર થઈ રહ્યા છે
સુરત મહાનગર પાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પડેલા ખાડાઓને રિપેરિંગ કરવા જેટપેચર ટેકનોલોજી યુક્ત મશીનની મદદ લેવાઈ રહી છે. અને પાંડેસરા વિસ્તારમાં તેના આધારે જ ખાડાઓ રિપેર થઈ રહ્યા છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દુર કરવા માટે જેટપેચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે. આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલાં જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર જેટપેચર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે, જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે છે.
